Friday, January 8, 2010

રાજકોટ > સાઉથ ડાકોટા ... થાય ઈ કરી લ્યો..

ભાઈરે મોંઘુ થઇ ગયું છે રાજકોટ અમારે. આજના દિવ્ય ભાસ્કર માં આંકડા આઇવા છે કે રાજકોટ માં middle class ને ૧૫૦૦૦ રૂપિયા માં પૂરું થાય નહિ. ખાવા ના તો ૫૦૦૦ મહીને માંડ જોઈ, પણ મોબાઈલ, સ્કુટર ના પેટ્રોલ, છોકરાવ ની સ્કુલ ની ફી, વીજળી ના બીલ, પાણી ના બીલ, વાર તહેવારે ફિલ્મું જોવા કે બહાર ખાવા પીવાના ઈ બધું ૧૦ હઝાર માં પતે નહિ. એમાંય એકાદો ઘરમાં કપાતર પાઈકો હોઈ તો બે પાચ હઝાર ની મહીને બીજી અડાડે. અધૂરામાં પૂરું જો ઘરમાં થી એકાદા ને હોસ્પિટલ માં દાખલ કરવો પડે તો ૨૫ ૩૦ હઝાર માં ખિસ્સું હળવું તો થઇ જ જાય. બાકી લગન ના ચાંદલા, હાથ ઘરણું, ને રીસેપ્શન ના કવર, ને બાયું ની ફેસન ના લટકા ને ગણો તો વરહ ૫-૬ લાખ થી નીચે નો પડે. પાછું આમાં કામવારી ના પગાર તો આવતા જ નથી એટલે કેવાનું એ કે અમેરિકાની ગરીબી રેખા 16000 ડોલર (૭ લાખ રૂપિયા જેવું થાય) છે એની નીચે તમે હો તો અમેરિકા મા તો શું રાજકોટ માં ય કાઈ કાંદો કાઢી નો લ્યો.

જેમ તમારું અમેરિકા બાઈ પ્રધાન દેશ છે એમ અમારું રાજકોટ ભાઈ પ્રધાન કેવાય. બાયું ને મહીનેકટકે કટકે કરીને ૫ ૧૫ હઝાર રૂપૈડી દઈ દ્યે એટલે બાયું મઈથે રાખે આખો મહિનો. તમારી જેમ એક સામટા પૈસા નો ધરી દયે કે લે હની આ તારા પોકેટ મની અને આ આખા મહિના નો ખર્ચો. અમારે રાજકોટ માં એવા પોકેટ મની ની સિસ્ટીમ જ નથી. સવાર માં થોડુક ટઈડ ટઈડ બાયું કરે એટલે બપોરે એકાદો બે હઝાર દઈ દેવાના એટલે ફર્સ્ટ ક્લાસ રીંગણા નો ઓળો ને જાર બાજરી ના રોટલા સાંજે તમારા માટે રેડી હોઈ. અને જો કોકદી સાંજે વેન કરે કે " જોવો બાજુમાં રમીલાભાભી કેવી સરસ સાડી લીધી છે મારી પાસે તો એકેય નવી નથી હમણા શ્રુતિ ની સગાઇ માં હું શું પેરુ તમે તો કોઈ દિ કેશો નહિ?" , તેડી ડાહયુ ડમરૂ થઇ ને શિવ આઈસક્રીમ માં એક કપ સીતાફળ ખવરાવી દેવો એટલે બેકદી શાંતિ.

પણ તોય અમારા રાજકોટ ની બાયું સારી છે, જરાક તાણી ની કયો તો તઈણ ટાઇમ રોટલા તો બરોબર ઘડી દ્યે છે હો કે. તમારી જેમ નહિ કે " honey i am soooooo tired today, can you make a pasta and soup for me pleeeeeease.." અને તમે ધોયેલ કોથમરી ની જેમ ઘબ કરીને રસોડા માં ઘરી જાવ. પાછું એવુંય નથી ક્યારેક ધંધે ઘરાક હાઇરે કંઈક માથાકૂટ કરીને ઘરે આઇવા હોઈ ને બાયું કંઈક બડબડ કરે તો પછી પોચી પોચી બેક મૂકી પણ દઈ તોયે થોડુક ઠુંહું ઠુંહું રોઈ ને પછી બધોય ખાર રોટલા ના લોટ પર ઉતારી ને ગરમા ગરમ કુણા કુણા રોટલા ઘડવા તો બેહીજ જાય એમાં વાંધો આવે નહિ. નહિ કે તમારી બાયું ની જેમ સીધી 911 લગાવે ને બે ત્રણ દી સુધી સઈખે સુવાય નો દયે.

અમારી રાજકોટ ની બાયું ભારે પાકી થઈ ગયું છે, ધણી પૈસા નો દયે તો કાઈ નહિ ભૂલે ચુકે જો સવારે ધોવામાં કપડા નાઇખા હોઈ એના ખિસ્સા માં રૂપિયા રઈ ગયા હોઈ તો તઈણ દી પછી ક્યે કે કંઈક નીકળું તું. બધાય ગુપ્ચાવ કરી જાય. ને જો બહાર ખાવાના અભરખા જાગે તો તમારા પોટલક પાર્ટી નું રાજકોટી version શેરીવાળું તો બાયું હાલતા કરી નાખે. સાંજે ઘરે પોગો ત્યારે ખબર પડે કે બધી આડોશી પાડોશી બાયું ભેગીયું થઇ ને શેરી માં પાથરણા નાખી ને ભાતભાત ના ને જાતજાત ના ભોજનીયા ની જયાફતો ઉડાવત્યું હોઈ. આને કેમ પોગો.

બાકી નવીન મા તો આ રાજકારણ છે.આતો ઉપર દિલ્લી માં ભાજપ ની ગવર્મેન્ટ વઈ ગઈ બાકી અમારે ઠેઠ દિલ્લી થી રાજકોટ સુધી કુવારા ની લાઈન હોત. કારણ કે ત્યારે દિલ્લી માં રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામ સાહેબ એકલા, વાજપેયી દાદા હતા પ્રાઈમ મીનીસ્ટર એ ય એકલા , નરેન્દ્રભાઈ મોદી છે ચીફ મીનીસ્ટર ગુજરાત ના એ ય છે એકલા અને અત્યારે રાજકોટ માં છે મેયર સંધ્યાબેન વ્યાસ એ ય એકલ પંડે ઘર સંસાર ચલાવે છે. બોલો સાંભળ્યું છે ક્યાય એવું. હારું ગમે એ હોઈ ઘણાય વેલા ચેતી જાય કે આ કરવા જેવું નથી.

લ્યો તયે હવે આપણે બોળ્યું છે તો મુન્ડાવું તો પડશે જ ને. 
તમ તમારે લાગી જાવ ઘરવારી ની સેવા મા ને હું ઉપડું ૩ ગાંડા ની ફિલમ ની ટીકશું લેવા ....

1 comment:

  1. Bapu,
    pale var vachu.
    jaslo padi gao.
    chulu rako

    ReplyDelete

Kem laigu tamne...