મણ રૂ ની આજની બજાર ૭૦૦ રૂપિયા શું અડી છે અમારે રાજકોટ ના પટેલિયા ના છોકરા ફાટી ને ધુમાડે ગયા છે. બસ વરગી જ ગયા છે. રાજકોટ ગામ ની વસ્તી આમતો કોર્પોરેસન ના ચોપડે ૧૩ ૧૪ લાખ છે પણ આ નવા નવા ઊંચા ઉંચા બિલ્ડીંગુ ને મોલુ ને ભાળી ને રાજકોટ માં કાયમી રેવા આવે એવા નવા માણસોની નવી આવક ને ધ્યાન માં રાખો તો ૨૦ થી ઓછી તો નય જ હોઈ હવે. એટલે વસ્તી માટે તો રાજકોટ નો પાંચ કીલોમીટર નો વિસ્તાર પણ વધારે કેવાય પણ રાજકોટ શું ભાઈગુ છે. ગામ ના ગોંદરે માણાહ ને મોજમજા માટે બંગલા કરવા છે. અમેરિકાના વિકેન્ડ હાઉસ જેવા. અને આ ગાંડપણે રાજકોટ થી જામનગર ની સીમ માં ઘારી જાવ ન્યા ખેતી ના એકર ના ભાવ ૪૦ લાખ કરી દીધા છે. ૧૨૫૦ ની વાર થઇ, જે જગ્યા રાજકોટ થી ૨૦ કિલોમીટર થાઈ. બેક મહિના પેલા મેં લઇખુતું રાજકોટ માં હવે ૨૫ ૩૦ લાખ ના ઘર માંડ મળે છે આજે તો ૨૫-૩૦ લાખ માં ઘર નું ભૂલી જાવ ફ્લેટે ય માંડ માંડ મળે એવું છે આના કરતા તો અમેરિકામાં તમારે ન્યા આવી જાવું સસ્તું લાગે છે. માર્કેટ જે ભાઈગી છે વાત જ નો પૂછો. ગમે એને પૂછો બસ વાં લીધુ ને વાં દેવાનું છે. બીજી વાત જ નહિ, અને એમાંય હવે આ વરાહ ખેત પેદાઈશ ના ભાવ એવા સારા મઈલા છે એટલે આ ઉનાળે ૧૭ થી ૨૭ ની રેન્જ ના ઘર માં જેટલા કુંવારા હશે એ બધાય ની જાન એકીહારે ખેડું જોડી દેવાના છે. અને જેને છોકરા પઈણી ઉઈતરા છે ઈ બધાય આ જમીનું ની લે વેંચ માં પડી જાહે. એમાં કોઈ શું કરે , બેક દિ પાન ની દુકાને તમેય ઉભા રયો તો તમેય અમેરિકા બેઠા બેઠા સેવિંગ ના પૈસા નો હિસાબ મારવા માંડો કે એકાદું કટકું લીધું હોઈ તો વાંધો નહિ. જેમ તમારે અમેરિકા માં રહેણાંક મકાન ની માર્કેટ ઉભી પૂછડીએ ભાઈગી તી એમ ગમે એને ગલગલીયા થઇ જાઈ એવી વાતું આયા રોજ સંભાળવા મળે છે . અડધા થી વધારે રાજકોટ ના પટેલિયા ઓ પાસે રાજકોટ થી જામનગર સુધી ની કઈ જમીન ને કયો રોડ ને કયો સર્વે નંબર એ સાથે ની જમીનો ની પ્રિન્ટ હશે. ગમે એ હોઈ ભલે ને શરદ પવાર ૫ -૧૦ રૂપિયા ખાંડ રોજ મોંઘી કરતો હોઈ , સાંજ પડે ૧૦૦૦ વાર જમીન માં ૧૦૦ રૂપિયા ખાલી વાતું એ કરીને ચડી જાઈ એને કઈ મોંઘવારી નડે.
પણ જે છે ઈ આવે છે મજા રોજ ના છાપા વાંચવાની.. એ.પીપાર્ક ૧૫૦ રોડ ૨૫x૫૫ ૧૫૦ ભાવ ૪૦ ૯૬૩૮૫૩૦૦૧૬. (૨) ૧૪ -યુની રોડ, 3bhk,૧૧૦૦ફટ,૭૫વાર્,૪૫lac,9865624324,ત્રીવેદીભાઈ, (૩) દુકાન ૧૪x૩૪ રૈયાચોકડી, ૧૩લાખ ૯૩૪૩૪૨૩૪૫૩ કાનાભાઈ .. આ છે અકિલા ની ટચુકડી જાહેરાતું. આખા ૮ પાના જાહેરાતું ભરીને આવે છે આજકાલ. આવી જાહેરાતું એ રાજકોટ ની સ્ટાઈલ છે. જેમકે રા મ્યુ કો. એટલે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેસન, ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ એટલે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પ્.ગુ.વી.ની.લી એટલે પશ્ચિમ ગુજરાત વીજ નિગમ લીમીટેડ, ,ધકો બેંક એટલે ધી કો ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ અને છેલ્લે રા.લો.સંઘ એટલે રાજકોટ લોધિકા સંઘ જેનું તેલ (peanut oil)આખું ઇન્ડિયા પીવે છે ઈ.
લ્યો ત્યારે તમે તમારા માલ (stock, real estate) માં જે ડોલરિયા ઓછા થાઈ છે એ જોતા જોતા લમણે હાથ દઈને નિસાસા નાખો, અમે તો આયા રોજે રોજ જમીનું ના ચડતા ભાવ જોઈને ધુબાકા મારવા મંડી...
તિખારો : Tiger Woods to Bill Clinton : કાનો કરે ઈ લીલા ને હૂ કરું ઈ છિનાળવું?
દરેક પોસ્ટ ની નીચે એક Click to Leave Comments હોઈ છે. કોક દિ એમાં કૈક લખાય, તમારા ડોહા નું કાઈ ઘસાઈ નહિ જાઈ, મને ખબર તો પડે કે મારે શું ઢઈડવું...
Showing posts with label Real Estate. Show all posts
Showing posts with label Real Estate. Show all posts
Tuesday, January 12, 2010
Tuesday, October 6, 2009
આ રાજકોટ છે કે ન્યૂયોર્ક નુ મેનહેટન ?
કેટલુ હોઇ પણ ! મારૂ હારુ ભાઇરે મોંઘુ થઈ ગ્યુ છે. ગમે ઈ બાજુ ૧૦ કિલોમીટર હાઈલા જાવ, રાજકોટ મા ૧૦ પેટી (lakh, Rs. 10,00,000, USD $20000) મા ઍક રૂમ રસોડૂ ય નો આવે. ઈ વાત કરુ છુ ૭૦-૮૦ વાર પ્લોટ અને ૧૦૦૦ ફુટ બાંધકામ ની. માણા રેવા ક્યા જાઇ? ક્યેછે સુરત અને ઍન આર આઈ પૈસો છેલ્લી તેજી માબહુ આઇવો ઍમા આ બધુ ફાટી પઈડૂ છે. અમદાવાદ તો ક્યાય સસ્તુ. જમીન ના સટ્ટા કરી કરી ને માલપાણી થયેલા રાજકોટ મા બે નંબરીયા મિલિયોનર કેટલા આંટા મારે ખબર જ નો પડે. દુકાને બેઠો બેઠો ખમણ ના પડિકા વારતો હાય મારો ગોતિડો ૧૫-૨૫ કરોડ નો આસામી હોઈ ઇનકમ ટૅક્સ ના બાપ નેય ખબર નો પડે. સ્કૂટર ઠળઠળયુ રાઇખૂ હોઈ ને કપડા ઍવા પેરે કે જાણે વાણોત્તર નો હોઈ! ઈતો સાંજે નાહી ધોઈ, ઔડી (its Audi car, In Rajkot you can easily spot BMW, Merc, Toyota, Honda) કાઢી ને ઈમ્પીરીઅમ (અમારા જે. લાલ ઉર્ફે જયંતિભાઈ પટેલ, ઇમ્પિરિઅલ પૅલેસ હોટેલ ને ઈ જ નામે બોલાવે) (Its 3 star hotel but has 5 star food quality) મા જમવા આવે તયે ખબર પડે કે કેટલા મુલચંદ(Money) છે આ જણ પાહે.
બાકી હાઈલે રાખે છે તમે ઝીંકે રાખો....
Subscribe to:
Posts (Atom)