Showing posts with label diwali. Show all posts
Showing posts with label diwali. Show all posts
Tuesday, October 20, 2009
સબરસ લઈ લ્યો ભાઇ સબરસ
એ સૌને હેપ્પી દિવાળી ને ઝા ઝા કરીને નવા વરહ ના સાલ મુબારક ને ૨૦૬૬ નુ વરહ સૌને સારુ રયે એવી પરમ ક્રુપાળુ પરમાત્મા ને પ્રાથના.
સબરસ -આમા કેટલાક ને તો ટપા ય નહિ પડે. બેસતા વરહ ને દિ સવાર મા મીઠુ વેંચવા અગારિયા ઓ નિક્ળે સબરસ લ્યો સબરસ લ્યો .ક્યે છે શુકન નુ મીઠુ લ્યો તો આખુ વરહ શુકન રયે. આવખતે દેવાળી યે તો ભુકા કાઢી નાઇખા. ચાઇનીસ અને શિવાકાસી ના નવા ફેન્સી ફટાકડાઓ તો એટ્લા ફુટ્યા માથે જાણે દેવતા ઓ રંગ બેરંગી ફૂલ નો વરસાવતા હોઇ, એવી ઝાકમઝોળ હતી. એર પોલ્યુશન ને નોઇઝ પોલ્યુશન ની એક બે તઇણ કરી નાખે અને અમેરિકમા બેઠા ડોહા ને અસ્થમા ના એટેક લાવી દયે એટ્લો ધુમડો કઇરો.
છાપુ ક્યે છે તઇણ કરોડ ના ટેટા ફોડી નાઇખા. મારા દિકરા ઓ એ રાઇતના ૩ ૩ વાઇગા સુધી ઢિશુમ ઢિશુમ ચાલુ જ રાઇખુ. ને છોડીયુ કે અમે કેમ રઇ જાઇ. રંગોળી મા સારી હાથોટી હોઇ એવી દિકરિયુ ના તો બૂકિન્ગ થાતાતા. પેલા તો કાથીની દોરિયુ લાંબી કરી ને ત્રિકોણ ચોરસ જેવી રંગોળીયુ થાતી એના તો હવે જમાના ગ્યા. હવે તો પોસ્ટર પિક્ચર નો જમાનો છે. ફોટો દયો ને છોડીયુ ચાક થી છાપી મારે ને પછી પેરાવે ફેન્સી કલર ફૂલ ઘરેણા. અરે વાત જ જાવ દયો. આપણા રાજકોટ મા તો એક મુંબાઇ ના બેને વાંદ્રા વર્લી નવો પૂલ બઇનો છે ઈજ બનાવી નાઈખો રંગોલી ના નામે. ભારે અઘરા ઇ બેન તો બાકી.
બાકી તમે ન્યા હાથી સમાય એવા ઘરમા રેતા ભલે હો પન રાજકોટ ના ધન તેરસ ના સમાચાર આપુ તો ગાંડા નો થાઇ જાતા. દિવ્ય ભાસ્કર નુ કાલિચૌદસ ના પેપર નૂ ટાઇટલ હતુ " ધનતેરસ ના શુભ ચોઘડિયે રાજકોટ મા ૩૦ આબજ રૂપિયા (૬૦૦ મિલિઓન ડોલર્સ) ના જમીનો ના સૌદા". જાલી બેહો. બોલો છે તાકાત રાજકોટ ની સામે કોઇની. ને પાછા આટ્લો ધંધો કરે છતા દીવાળી પછી પાંચ દી બધુય બંધ, રિંગણા વઘારવા હોઇ તો આદુ મર્ચાનો મસાલોય નો મળે.છોડા કાઢી નાખે રાજકોટ વાળા...
હેય અમારે ય પાંચ દિ જલસા જ જલસા છે, સ્નેહ મિલન ને મંદિર અન્નકુટ ને સગા વાહલા ની ઘરે બેહવા જાઇ, ચેવડો પેંડા ઝાપટવાના ને, નવા પાણકોરા ના કપડા પેરવાના ને, હરવા ફરવા ના પ્રોગ્રામ બનાવવાના, મોજો મોજો જ છે..
લ્યો ત્યારે હવે નિસાંસા નાઇખા વીના કમાવવા મંડી પડો, ને ઝટ ઝ્ટ રુપિયા ભેગા કરીને દેસ ભેગા થવાના પરયાણ ચાલુ કરી દયો...
Thursday, October 15, 2009
મામા નુ ઘર કેટ્લે દિવા બળે એટ્લે
તમને એમ કે હુ ક્યા ખોવાઇ ગયો!. ભાઇ ક્યાય નથી ગયો. ઘરવારી યે તો ઊપાડો લીધો છે. આ વાસણ ઊતારો ને ઓલી આભેરાઇ સાફ કરો ને આ ગામ માથી લઈ આવો ને પેલો કચરો નાખીયા વો. નવરો નથી થાવા દેતી. પણ બાકી દિવાળી દેખાય છે હો કે. માણાહ ગાંડુ થયુ છે. રાઇત આખી ઢિચ્યાવ ઢિશુમ હાઇલે જ રાખે છે. મારા હારા ટેણિયા પણ રાઇતના બે બે વાઇગા સુધી ખેંચી ને પણ થાક્તા નથી. ઠિચુમ ઠિચુમ કરે જ રાખે.
રાજકોટ વાળા સૂધરી ગયા છે. ઘી ના દિવા ને કોરાને મૂકી ઈલેક્ટ્રિક સિરીઝુ (lightings) ના રવાડે ચડી ગયા છે. બંગલાઓ ભારે ઠાવકા દેખાય છે. ગામ મા અને રહેણાક વિસ્તારો મા લાલ, પીળી. લીલી, સફેદ લાઈટુ ના એવા ડેકોરેશન કઇરા છે આ વખતે, લાસ વેગાસ વાળા ને આંટો મારવા આવવુ પડે. અને સોના મા સૂગન્ધ ભળે એમ બીએપીએસ નુ સ્વામિનારાયણ મંદિર નુ ડેકોરેશન. ભુકા કાઢી નાખે. તાજમહાલ જાંખો પડે. કાલાવાડ રોડ પર થી જતા માણાહ ને બે મીનીટ ઊભો રહી જાવુ પડે એવુ સરસ.
બાકી લુગડા, સોની, મોબાઇલ ને ઈલેક્ટ્રિક ઠામણા (Microwave, Washing Machine, TV, Refrigerator ) ની મારકેટ મા તો ઊભા રેવાની જગા નથી. કેમ જાને એનો બાપ મરે કાઇલે માલ પતિ જવાનો હોઇ. છાપા ભરી ભરી ને દિવાળી ની એટ્લી ઓફરુ આવે છે કે મારા બેટા અકિલા મા તો સમાચાર ગોતવા પડે કે ક્યા લઇખા છે.
અમેરિકા ની મંદી યે હારા હારા ને ભલે બેવડા વાળી દિધા હોઇ, રાજકોટ મા કાયમી તેજી જ તેજી છે.
લ્યો ત્યારે કન્દોઇ (sweet shop) ને ન્યાથી મીઠાઈ લઇ ઘર ભેગો થાઉ..
યે સૌને ઝાઝી કરી ને એક્દમ તાજી શુભ દિવાળી ને સૌને નવુ વરહ ફળે ને લીલાલેર રયે એવી ઊપરવાળા ને અરજી
બાકી લુગડા, સોની, મોબાઇલ ને ઈલેક્ટ્રિક ઠામણા (Microwave, Washing Machine, TV, Refrigerator ) ની મારકેટ મા તો ઊભા રેવાની જગા નથી. કેમ જાને એનો બાપ મરે કાઇલે માલ પતિ જવાનો હોઇ. છાપા ભરી ભરી ને દિવાળી ની એટ્લી ઓફરુ આવે છે કે મારા બેટા અકિલા મા તો સમાચાર ગોતવા પડે કે ક્યા લઇખા છે.
અમેરિકા ની મંદી યે હારા હારા ને ભલે બેવડા વાળી દિધા હોઇ, રાજકોટ મા કાયમી તેજી જ તેજી છે.
લ્યો ત્યારે કન્દોઇ (sweet shop) ને ન્યાથી મીઠાઈ લઇ ઘર ભેગો થાઉ..
યે સૌને ઝાઝી કરી ને એક્દમ તાજી શુભ દિવાળી ને સૌને નવુ વરહ ફળે ને લીલાલેર રયે એવી ઊપરવાળા ને અરજી
Subscribe to:
Posts (Atom)