Sunday, October 25, 2009

GJ-3CN 3069 Suzuki Access - ૨ પેટ્રોલ ને ૧ કેરોસીન

પછેડી કરતા સોડ વધારે તાણી નાખે પછી શુ થાઈ, અમુક માણાહ તો ભિખુ કાસીરામ થઈ ગ્યા છે. પન તોયે હાઈકે રાખે છે. મારા હારા ગાડીયુ હાથી જેવી મોટી મોટી રાખે પણ પેટ્રોલ ના પૈસા ગામમા ગોતતો ફરે. આપણ ને ક્યે હાલો ધોરાજી બટેટા ખાવા, બે હી જાવ ગાડી મા ને જેવો ગામ બારે ગાડી કાઢે તરત આપણ ને ક્યે લે ત્યારે પાચક લિટર પેટ્રોલ નખાવી દે. બોલો આનુ શુ કરવૂ?

અમારા મગનભાઈ કેતા કે પેલા તો અમે પંખા વીનાની બાપા ની સાઇક્લ ફેરવતા. બાપા બપોરે સુતા હોઇ ત્યારે બે ત્રન ભેરુ ભેગા થય આખે આખી સાઇક્લ ઊપાડી ને આઘી લઈ જાઇ (બાપા ઊઠે ને જોઇ જાઇ તો ઢિંઢા ભાંગી નાખે) પછી બે જન પક્ડે ને એક ઊપર ચડે ને પછે બીજા મારે ધકો, પગ પુગે કે નહિ પણ જાવા દેતા ને બ્રેક મારે એટ્લે પડી જાવાનુ, એમ બધાય એક એક ચક્કર મારી ને પાછી એક્દુમ અવાજ નો થાય એમ પાછા સાઇક્લ જ્યા જેમ હોઇ એમ મુકી આવતા. ઈ મજા હતી તઈણ તઈણ સવારી મા બેહવાની. હવે ના બાપકમાઈ ના બાબુડીયા હોન્ડા ને સુઝુકિ હલાવે જાણે એનો બાપ મરે વાંહે પોલિસ નો પઈડો હોઇ.



રાજકોટ ની પ્રજા વાહન ના નંબર પાછળ ગાંડી છે. RTO (regional Transport Office,  તમારુ DMV) મા નવી સિરિઝ ખુલે કે ભાઈડા નવા સારા નંબર લેવા લાઈન લગાવે. આને ગાંડી પાછીના કેવા કે શુ? જોઇતા નંબર માટે સરકારે કંટાળી ને ટેન્ડર શરુ કરી દીધા છે. તમારે જોતો હોઇ ઈ નંબર મળે, બસ ખનખનીઆ (money) તૈયાર રાખવાના. તમારા નંબર ઊપર તમારી તાકાત પ્રમાણે પૈસા ભરી દેવાના. ત્રણ દિ પછી ટેન્ડર ખુલે ને તમને તોજ નંબર મળે જો તમારી બોલી (bid) ઊંચી હોઇ.


બાકી તો બીજુ શુ કહુ...આ દિવાળિ ઊપર તો અરધુ રાજકોટ ગામ બારે વઈગ્યુ તુ. માણાહ આબુ, કેરાલા ને રાજસ્થાન ભાગી ગ્યા, જેવા મુલચન્દ (money). ક્યે છે આબુ મા તો એટ્લુ માણાહ ટુટી પઈડુ કૈ પોલિસે રાઈતના ૮ પછી તો ઊપર ગાડી જ જવા નોતા દેતા. અને ઊપર એટ્લો ટ્રાફિક કે ગામ મા ક્યાય રેવાની જઈગા નહી. ક્યે છે માણાહ આબુ ના રોડ ઊપર જ રાઈતે સુઇ ગ્યા ને ત્યાના રેવા વાળા મારા ગોતીડા ઘર ની છત પર સુવાના ૧૦૦૦ ૧૦૦૦ લેતા તા.


બોલો તોય રાજકોટ વાલા ઝીંકે રાખે છે... તમે ય ચાલુ રાખો..



હા જાતા પેલા સારા સમાચાર પણ સાંભળો. આજે રાજકોટ મા પુજ્ય સંત શ્રી જલારામ બાપા (અખંડ સદાવ્રત - વિરપુર --ભુખ્યા ને રોટ્લા નો ટુક્ડો તો મળે હરિ ઢુંક્ડો ) ની ૨૧૦ મી જન્મ જયંતી ધૂમ ધડાકા ભેર ઉજવાઇ. આવતીકાલે બપોરે ૧૧:૦૦ વાગે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ રાજકોટ ના આંગણે પધારી રહ્યા છે.

Tuesday, October 20, 2009

સબરસ લઈ લ્યો ભાઇ સબરસ


એ સૌને હેપ્પી દિવાળી ને ઝા ઝા કરીને નવા વરહ ના સાલ મુબારક ને ૨૦૬૬ નુ વરહ સૌને સારુ રયે એવી પરમ ક્રુપાળુ પરમાત્મા ને પ્રાથના.

સબરસ -આમા કેટલાક ને તો ટપા ય નહિ પડે. બેસતા વરહ ને દિ સવાર મા મીઠુ વેંચવા  અગારિયા ઓ નિક્ળે સબરસ લ્યો સબરસ લ્યો .ક્યે છે શુકન નુ મીઠુ લ્યો તો આખુ વરહ શુકન રયે. આવખતે દેવાળી યે તો ભુકા કાઢી નાઇખા. ચાઇનીસ અને શિવાકાસી ના નવા ફેન્સી ફટાકડાઓ તો એટ્લા ફુટ્યા માથે જાણે દેવતા ઓ રંગ બેરંગી ફૂલ નો વરસાવતા હોઇ, એવી ઝાકમઝોળ હતી. એર પોલ્યુશન ને નોઇઝ પોલ્યુશન ની એક બે તઇણ કરી નાખે  અને અમેરિકમા બેઠા ડોહા ને અસ્થમા ના એટેક લાવી દયે એટ્લો ધુમડો કઇરો.


છાપુ ક્યે છે તઇણ કરોડ ના ટેટા ફોડી નાઇખા. મારા દિકરા ઓ એ રાઇતના ૩ ૩ વાઇગા સુધી ઢિશુમ ઢિશુમ ચાલુ જ રાઇખુ. ને છોડીયુ કે અમે કેમ રઇ જાઇ. રંગોળી મા સારી હાથોટી હોઇ એવી દિકરિયુ ના તો બૂકિન્ગ થાતાતા. પેલા તો કાથીની દોરિયુ લાંબી કરી ને ત્રિકોણ ચોરસ જેવી  રંગોળીયુ થાતી એના તો હવે જમાના ગ્યા. હવે તો પોસ્ટર પિક્ચર નો જમાનો છે. ફોટો દયો ને છોડીયુ ચાક થી છાપી મારે ને પછી પેરાવે ફેન્સી કલર ફૂલ ઘરેણા. અરે વાત જ જાવ દયો. આપણા રાજકોટ મા તો એક મુંબાઇ ના બેને વાંદ્રા વર્લી નવો પૂલ બઇનો છે ઈજ બનાવી નાઈખો રંગોલી ના નામે. ભારે અઘરા ઇ બેન તો બાકી.


બાકી તમે ન્યા હાથી સમાય એવા ઘરમા રેતા ભલે હો પન રાજકોટ ના ધન તેરસ ના સમાચાર આપુ તો ગાંડા નો થાઇ જાતા. દિવ્ય ભાસ્કર નુ કાલિચૌદસ ના પેપર નૂ ટાઇટલ હતુ " ધનતેરસ ના શુભ ચોઘડિયે રાજકોટ મા ૩૦ આબજ રૂપિયા (૬૦૦ મિલિઓન ડોલર્સ) ના જમીનો ના સૌદા". જાલી બેહો. બોલો છે તાકાત રાજકોટ ની સામે કોઇની. ને પાછા આટ્લો ધંધો કરે છતા દીવાળી પછી પાંચ દી બધુય બંધ, રિંગણા વઘારવા હોઇ તો આદુ મર્ચાનો મસાલોય નો મળે.છોડા કાઢી નાખે રાજકોટ વાળા...

હેય અમારે ય પાંચ દિ જલસા જ જલસા છે, સ્નેહ મિલન ને મંદિર અન્નકુટ ને સગા વાહલા ની ઘરે બેહવા જાઇ, ચેવડો પેંડા ઝાપટવાના ને, નવા પાણકોરા ના કપડા પેરવાના ને, હરવા ફરવા ના પ્રોગ્રામ બનાવવાના, મોજો મોજો જ છે..


લ્યો ત્યારે હવે નિસાંસા નાઇખા વીના કમાવવા મંડી પડો, ને ઝટ ઝ્ટ રુપિયા ભેગા કરીને દેસ ભેગા થવાના પરયાણ ચાલુ કરી દયો...

Thursday, October 15, 2009

મામા નુ ઘર કેટ્લે દિવા બળે એટ્લે

તમને એમ કે હુ ક્યા ખોવાઇ ગયો!. ભાઇ ક્યાય નથી ગયો. ઘરવારી યે તો ઊપાડો લીધો છે. આ વાસણ ઊતારો ને ઓલી આભેરાઇ સાફ કરો ને આ ગામ માથી લઈ આવો ને પેલો કચરો નાખીયા વો. નવરો નથી થાવા દેતી. પણ બાકી દિવાળી દેખાય છે હો કે. માણાહ ગાંડુ થયુ છે. રાઇત આખી ઢિચ્યાવ ઢિશુમ હાઇલે જ રાખે છે. મારા હારા ટેણિયા પણ રાઇતના બે બે વાઇગા સુધી ખેંચી ને પણ થાક્તા નથી. ઠિચુમ ઠિચુમ કરે જ રાખે. 
રાજકોટ વાળા સૂધરી ગયા છે. ઘી ના દિવા ને કોરાને મૂકી ઈલેક્ટ્રિક સિરીઝુ  (lightings) ના રવાડે ચડી ગયા છે. બંગલાઓ ભારે ઠાવકા દેખાય છે. ગામ મા અને રહેણાક વિસ્તારો મા લાલ, પીળી. લીલી, સફેદ લાઈટુ ના એવા ડેકોરેશન કઇરા છે આ વખતે, લાસ વેગાસ વાળા ને આંટો મારવા આવવુ પડે. અને સોના મા સૂગન્ધ ભળે એમ બીએપીએસ નુ સ્વામિનારાયણ મંદિર નુ ડેકોરેશન. ભુકા કાઢી નાખે. તાજમહાલ જાંખો પડે. કાલાવાડ રોડ પર થી જતા માણાહ ને બે મીનીટ ઊભો રહી જાવુ પડે એવુ સરસ.

બાકી લુગડા, સોની, મોબાઇલ ને ઈલેક્ટ્રિક ઠામણા (Microwave, Washing Machine, TV, Refrigerator ) ની મારકેટ મા તો ઊભા રેવાની જગા નથી. કેમ જાને એનો બાપ મરે કાઇલે માલ પતિ જવાનો હોઇ. છાપા ભરી ભરી ને દિવાળી ની એટ્લી  ઓફરુ આવે છે કે મારા બેટા અકિલા મા તો સમાચાર ગોતવા પડે કે ક્યા લઇખા છે.


અમેરિકા ની મંદી યે હારા હારા ને ભલે બેવડા વાળી દિધા હોઇ, રાજકોટ મા કાયમી તેજી જ તેજી છે.

લ્યો ત્યારે કન્દોઇ (sweet shop) ને ન્યાથી મીઠાઈ લઇ ઘર ભેગો થાઉ..


યે સૌને ઝાઝી કરી ને એક્દમ તાજી શુભ દિવાળી ને સૌને નવુ વરહ ફળે ને લીલાલેર રયે એવી ઊપરવાળા ને અરજી

Thursday, October 8, 2009

સુગર કોલેસ્ટોરલ ની ઍક બે ને ત્રણ

 અમારે રાજ઼કોટ ના માણસો ને ખાઉધરા નો કેવાય? ઢીંઢા ભાંગી નાખે. શોખીન કેવાય. જો તમને ખાવાની ખબર પડ્તી હોઈ અને ખાતા આવડતુ હોઈ અને ખાઈ શકો ઍવુ પેટ હોય તો મળો અમારા ભટ્ટભાઈ ને. રાજકોટ મા ક્યા કેવુ કેટલુ ક્યારે અને શુ મળે ઈ જાણવુ અને માણવુ હોઈ તો. ખાવાનુ નામ પડે અને ઍને ખબર નો પડે ઍમા માલ નહી. તો હાલો આંટો મરાવૂ. સૌથી પેલા તો સવાર મા શુ ખાવુ છે?  વણેલા ગાંઠિયા . પાપડી સાથે લીલા તળેલા મરચા ને કાચા પોપૈયા ના સંભારા ની ઈચ્છા રાખતા  હો તો  આવી જાવ સરદારનગર મેઇન રોડ પર પટેલ ની દુકાને, ઍના ગાંઠિયા ઍવા દાઢે વરગે કે અમૂક ને તો દાતણ પછી ને પેલા ગાંઠિયા જોય તયે બાથરૂમ આવે. જો તમે હાઇ ફાઇ માણહ હો તો લગાઓ હોટલ ઇંપીરીયલ પૅલેસ નો ઉપમા. લુખે લુખો ૨૫૦ હાઈલો જાઇ. હા તમારે હેલ્થ બેલ્થ ની કાઇ માથાકુટ નો હાય તો રાજકોટ મા સસ્તુ ને સ્વાદિસ્ઠ  ગરમા ગરમ પુરી અને બટેટા નુ શાક  લગભગ બધે મળે. બાકી જો તમને ડૉક્ટર આભડી ગ્યો હોઈ ને સુગર કે કોલેસ્ટોરલ બતાવી દીધુ હોઈ તો વયા જાવ રેસ કોર્સ  ન્યા બધુય હેલ્થી મળે જેમકે, તાજા જ્યુસ, ફણગાવેલા કઠોળ, નિરો,કડવુ કડિયાતુ અન બીજુ બધુય. બાકીઍસ્ટ્રોન સિનેમા સામે ભૂરા ના ગરમા ગરમા થેપલા ને કડક મીઠી ચા ઈ ની વાત  જવા દ્યો. વળી પાછી કઈક ખાટા મીઠા ની ઈચ્છા હોઈ તો યૂનિવર્સિટી રોડ પર આવી જાવ, આયા મળશે ગરમા ગરમ ખાટા ઢોકળા.

ધરાઈ ગ્યા? આતો હજુ થોડુક છે, બાકી માવડી ચોકડી ના પૌવા બટેટા, જાગનાથ જૈન દેરાસર ના ખાખરા, શિયાળા મા હલવાસન, પ્રખ્યાત પોરબંદર ની ખાજલી, ઍટ્સેટરા ઍટ્સેટરા....

બાકી ઘરે તો કા ઘઉ ના મોટા તાજા માખણ નાખેલા રોટલા, કે ભાખરી, તાજુ ઠંડુ દહી, ગોળ, અને હા,ચંદન કટોરી (નાગરો આવુ સરસ નામ સાંજ ની જૂની રોટલી ની સવારે વઘારે ઍને આપે), ને સી. સોમભાઈ ની ૩૪ નંબર ની બનેલી કડક મીઠીચહા.

બોલો કાઇ બાકી રહી ગ્યુ?

આતો થઈ સવાર ની વાત. બપોરે ની વાત હવે ટાઢા પોરે...

Tuesday, October 6, 2009

આ રાજકોટ છે કે ન્યૂયોર્ક નુ મેનહેટન ?

કેટલુ હોઇ પણ ! મારૂ હારુ ભાઇરે મોંઘુ થઈ ગ્યુ છે. ગમે ઈ બાજુ ૧૦ કિલોમીટર હાઈલા જાવ, રાજકોટ મા ૧૦ પેટી (lakh, Rs. 10,00,000, USD $20000) મા ઍક રૂમ રસોડૂ ય નો આવે. ઈ વાત કરુ છુ ૭૦-૮૦ વાર પ્લોટ અને ૧૦૦૦ ફુટ બાંધકામ ની. માણા રેવા ક્યા જાઇ? ક્યેછે સુરત અને ઍન આર આઈ પૈસો છેલ્લી તેજી માબહુ આઇવો ઍમા આ બધુ ફાટી પઈડૂ છે. અમદાવાદ તો ક્યાય સસ્તુ. જમીન ના સટ્ટા કરી કરી ને માલપાણી થયેલા રાજકોટ મા બે નંબરીયા મિલિયોનર કેટલા આંટા મારે ખબર જ નો પડે. દુકાને બેઠો બેઠો ખમણ ના પડિકા વારતો હાય મારો ગોતિડો ૧૫-૨૫ કરોડ નો આસામી હોઈ ઇનકમ ટૅક્સ ના બાપ નેય ખબર નો પડે. સ્કૂટર ઠળઠળયુ રાઇખૂ હોઈ ને કપડા ઍવા પેરે કે જાણે વાણોત્તર નો હોઈ! ઈતો સાંજે નાહી ધોઈ, ઔડી (its Audi car, In Rajkot you can easily spot BMW, Merc, Toyota, Honda) કાઢી ને ઈમ્પીરીઅમ (અમારા જે. લાલ ઉર્ફે જયંતિભાઈ પટેલ, ઇમ્પિરિઅલ પૅલેસ હોટેલ ને ઈ જ નામે બોલાવે) (Its 3 star hotel but has 5 star food quality) મા જમવા આવે તયે ખબર પડે કે કેટલા મુલચંદ(Money) છે આ જણ પાહે.

બાકી હાઈલે રાખે છે તમે ઝીંકે રાખો....