કેટલું બંધ માં જીવવું ,
એકો નિકળે કે દૂડું, બીજાની રમત જોવા ખોટું શું બેસી રહેવું ,
વધ્યા કેટલા પત્તા હવે, અને વધી કેટલી બાઝીઓ,
રમીલે નહિતો જોવી પડશે
આઈસીયુ માં ફાટી આંખે રોનું
થોડુંક ચીટીંગ થોડીક ધાપુ
થોડી રાત નું છે બસ વેહવું
જોઇ લે ખોલી ને પત્તા હવે
તારે હજુ કેટલું બંધ માં જીવવું