નઝરૂ કેમ જાણે સમજી ગઈ ઝુકી ઉભી રહી ગઈ સાન માં
ઉફ, કેટલા ને બેભાન કરી ગઈ આ અદા
હવે કોણ લાવશે બધા ને ભાનમાં
ના કર એવી વાત, આ કાનમાં,
પાનખર ને ચામાં ઘુટી, બેઠો છું હું તાનમાં
ચોવીસે કલાક વસંતની પિચકારી, મારે,
તારે કેવું, શું, ઘટે એ જાણી લે તું સાન માં
દિવસો ઓછા રહ્યા છે બાકી, નીલેશ,
એ સમજી ને જલ્દી આવી જા ભાનમાં