Tuesday, January 12, 2010

રા.મ્યુ.કો., ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ, પ્.ગુ.વી.ની.લી.,ધકો બેંક,રા.લો.સંઘ, ને કણકોટ ૧૨૪ માં ૨.૧૫ નો ભાવ

મણ રૂ ની આજની બજાર ૭૦૦ રૂપિયા શું અડી છે અમારે રાજકોટ ના પટેલિયા ના છોકરા ફાટી ને ધુમાડે ગયા છે. બસ વરગી જ ગયા છે. રાજકોટ ગામ ની વસ્તી આમતો કોર્પોરેસન ના ચોપડે ૧૩ ૧૪ લાખ છે પણ આ નવા નવા ઊંચા ઉંચા બિલ્ડીંગુ ને મોલુ ને  ભાળી ને રાજકોટ માં કાયમી રેવા આવે એવા નવા માણસોની નવી આવક ને ધ્યાન માં રાખો તો ૨૦ થી ઓછી તો નય જ હોઈ હવે. એટલે વસ્તી માટે તો રાજકોટ નો પાંચ કીલોમીટર નો વિસ્તાર પણ વધારે કેવાય પણ રાજકોટ શું ભાઈગુ છે. ગામ ના ગોંદરે માણાહ ને મોજમજા માટે બંગલા કરવા છે. અમેરિકાના વિકેન્ડ હાઉસ જેવા. અને આ ગાંડપણે રાજકોટ થી જામનગર ની સીમ માં ઘારી જાવ ન્યા ખેતી ના એકર ના ભાવ ૪૦ લાખ કરી દીધા છે. ૧૨૫૦ ની વાર થઇ, જે જગ્યા રાજકોટ થી ૨૦ કિલોમીટર થાઈ. બેક મહિના પેલા મેં લઇખુતું રાજકોટ માં હવે ૨૫ ૩૦ લાખ ના ઘર માંડ મળે છે આજે તો ૨૫-૩૦ લાખ માં ઘર નું ભૂલી જાવ ફ્લેટે ય માંડ માંડ મળે એવું છે આના કરતા તો અમેરિકામાં તમારે ન્યા આવી જાવું સસ્તું લાગે છે. માર્કેટ જે ભાઈગી છે વાત જ નો પૂછો. ગમે એને પૂછો બસ વાં લીધુ ને વાં દેવાનું છે. બીજી વાત જ નહિ, અને એમાંય હવે આ વરાહ ખેત પેદાઈશ ના ભાવ એવા સારા મઈલા છે એટલે આ ઉનાળે ૧૭ થી ૨૭ ની રેન્જ ના ઘર માં જેટલા કુંવારા હશે એ બધાય ની જાન એકીહારે ખેડું જોડી દેવાના છે. અને જેને છોકરા પઈણી ઉઈતરા છે ઈ બધાય આ જમીનું ની લે વેંચ  માં પડી જાહે. એમાં કોઈ શું કરે , બેક દિ પાન ની દુકાને તમેય ઉભા રયો તો તમેય અમેરિકા બેઠા બેઠા સેવિંગ ના પૈસા નો હિસાબ મારવા માંડો કે એકાદું કટકું લીધું હોઈ તો વાંધો નહિ. જેમ તમારે અમેરિકા માં રહેણાંક મકાન ની માર્કેટ ઉભી પૂછડીએ ભાઈગી તી એમ ગમે એને ગલગલીયા થઇ જાઈ એવી વાતું આયા રોજ સંભાળવા મળે છે . અડધા થી વધારે રાજકોટ ના પટેલિયા ઓ પાસે રાજકોટ થી જામનગર સુધી ની કઈ જમીન ને કયો રોડ ને કયો સર્વે નંબર એ સાથે ની જમીનો ની પ્રિન્ટ હશે. ગમે એ હોઈ ભલે ને શરદ પવાર ૫ -૧૦ રૂપિયા ખાંડ રોજ મોંઘી કરતો હોઈ , સાંજ પડે ૧૦૦૦ વાર જમીન માં ૧૦૦ રૂપિયા ખાલી વાતું એ કરીને ચડી જાઈ એને કઈ મોંઘવારી નડે.

પણ જે છે ઈ આવે છે મજા રોજ ના છાપા વાંચવાની.. એ.પીપાર્ક ૧૫૦ રોડ ૨૫x૫૫ ૧૫૦ ભાવ ૪૦ ૯૬૩૮૫૩૦૦૧૬. (૨) ૧૪ -યુની રોડ, 3bhk,૧૧૦૦ફટ,૭૫વાર્,૪૫lac,9865624324,ત્રીવેદીભાઈ, (૩) દુકાન ૧૪x૩૪ રૈયાચોકડી, ૧૩લાખ ૯૩૪૩૪૨૩૪૫૩ કાનાભાઈ .. આ છે અકિલા ની ટચુકડી જાહેરાતું. આખા ૮ પાના જાહેરાતું ભરીને આવે છે આજકાલ.  આવી જાહેરાતું એ રાજકોટ ની સ્ટાઈલ છે. જેમકે  રા મ્યુ કો. એટલે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેસન, ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ એટલે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પ્.ગુ.વી.ની.લી એટલે પશ્ચિમ ગુજરાત વીજ નિગમ લીમીટેડ, ,ધકો બેંક એટલે ધી કો ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ અને છેલ્લે રા.લો.સંઘ એટલે રાજકોટ લોધિકા સંઘ જેનું તેલ (peanut oil)આખું ઇન્ડિયા પીવે છે ઈ.

લ્યો ત્યારે તમે તમારા માલ (stock, real estate) માં જે ડોલરિયા ઓછા થાઈ છે એ જોતા જોતા લમણે હાથ દઈને નિસાસા નાખો, અમે તો આયા રોજે રોજ જમીનું ના ચડતા ભાવ જોઈને ધુબાકા મારવા મંડી...

તિખારો : Tiger Woods to Bill Clinton :  કાનો કરે ઈ લીલા ને હૂ કરું ઈ છિનાળવું?

દરેક પોસ્ટ ની નીચે એક Click to Leave Comments  હોઈ છે. કોક દિ એમાં કૈક લખાય,  તમારા ડોહા નું કાઈ ઘસાઈ નહિ જાઈ, મને ખબર તો પડે કે મારે શું ઢઈડવું...

1 comment:

  1. You wrote:
    દરેક પોસ્ટ ની નીચે એક Click to Leave Comments હોઈ છે. કોક દિ એમાં કૈક લખાય, તમારા ડોહા નું કાઈ ઘસાઈ નહિ જાઈ, મને ખબર તો પડે કે મારે શું ઢઈડવું...

    Kalpeshbhai, biju badhu javado, mane to uper lakheli vaat ma maja aavi gai !! (I'm sorry I can't do this Gujarati typing, so you'll have to put up with my EnGujarati!)

    ReplyDelete

Kem laigu tamne...