Friday, January 1, 2010

કંકુ, દુધી અને પભલીની 31st december

તમારે નયા અમેરિકા માં ભલે મંદી ના મોજા હિલોળા લેતા હોય આયા અમારે રાજકોટ માં 31 મી ડીસેમ્બરે ૪૦ ની કમર પર ટૂંકું સ્કર્ટ ને માથે કટ બાય નો બુસકોટ પેરી ને ભલે ને તઈણ તઈણ છોકરા ની માં હોઈ પણ શું  બાયું નાંઈચી છે? સવાર ના છાપા માં ફોટો જોઈ ગરમા ગરમ ચા એ ય ટાઢી પડી ગઈ. છાપા ક્યે છે છેલ્લા દસકા માં રાજકોટે બહુ પ્રગતિ કઈરી છે. 1999 માં રાજકોટ માં ૪૦૦૦ મોબાઈલ ને ૨૦૦ internet ના connection હતા એ હવે 4.75 લાખ મોબાઇલ ને 17000 internet connection સુધી પોગી ગયા છે. છોકરાઓ એ ભણે ય ભારે કાઠું કાઈઢું છે, જીલ્લા ની 127 કોલેજું માં થી 329 થઇ ગઈ. પેલાતો ખાવા પીવા હતી બે કોલેજું , PDM(માલવિયા સેઠ ની ) ને DH(દિગ્વિજયસિંહજી ) કોલેજ જે માં આર્ટસ ને કોમર્સ ભણાવે, બહુ થઇ ગયું અને હવે તો નવું ભણતરેય પાછું  કેવું આઈવું છે એન્જીનીઅરીંગ, મેડીકલ, એરોનોટીક્સ, હોટેલ મેનેજમેન્ટ અને ફીજીઓથેરાપી. પાછું ચા કરતા કીટલી ગરમ, કોલેજ વધી તો વધી પણ હોસ્ટેલુંય તો શેરીએ ને ગલીએ થઇ ગઈ છે. ૧૮ હતી 1999 માં અને હવે ૪૯૦ થઇ ગઈ છે ,કાલાવડ રોંડ પેર રેતા હોય એને તો એવું લાગે કે જાણે એય  હોસ્ટેલ માં રયે છે એટલી હોસ્ટેલું.

નવીન તો એ છે કે પેલા બાયું સાતમ આઠમ નો મેલો ભરાય ત્યારે લખમણ ,કાનો ને જે શી કિશન ને જઈ ખોડીઆર એવા ત્રાજવા તોફાવતી ઈ આખી જિંદગી રેતા ,અત્યારે તો રાજકોટ માં બ્યુટી પાર્લર નો રાફડો ફાઈટો છે ૩૦૦ તો કાયદેસર corporation ના ચોપડે છે .બાકીના કેટલા ઈ એતો હાલીયો ભાઈ જાણે .રાજકોટ માં ઘણા જુના માલપાની માંણાહ રયે અને એની પાહે ૩લાખ સુધી ની ગાડી ફેરવતા અત્યારે બાપ કમાઈ ના બાબુડિયા એવા હાલી મઈરા છે કે ૮૦ લાખ સુધીની ગાડી યુ રાજકોટ મા એ ફરે છે .બાકી તો બીજું શું કવ રાજકોટ માં પેલા એક સારી હોટલ નોતી ,ગામમાં બસ સ્ટેશન પાસે લોજુ માં માણસો પૈડા રેતા ,પણ છેલ્લા દસકા માં જે હોટલું થઇ છે રાજકોટમાં Imperial palace, seasons-grand bhagavati(TGB), grand regency, pradhyuman lords, એકાદો દી રહી તો જોવો તો ખબર પડે , અમેરિકાની hiltonu ને holiday innu ફીફા ખાંડે એની પાસે .કોક રાજકોટ ની આવી હોટેલ માં રહી  ગયો હોઈ એને પુછજો .ક્યે છે કે રાજકોટમાં ૧૨ cinema બંધ થયા ને ૪ multiplex નવા આઇવા ને 5 -5 FM રેડીઓ  ચેનલ ચાલુ  થઈ સે ,ખબર નહિ આકાશવાણી ને કોઈ સાંભળતુય હોઈ હવે .પાછું એમાં ઠાલે ઠાલું એવુંય નથી ,રાજકોટની કોર્પોરેશને  સારા એવા worldbank ના  ઉછીતા પાછીતા કરીને પણ પોતાના બધાય બિલ્ડીંગ જેવા કે બધાય ward મા નવી ઓફીસ, કોર્ટ  બિલ્ડીંગ ,કમિશ્નર કચેરી ,રાજકોટ જંકસન, PGVCL ઓફીસ, ભક્તિનગર રેલવે  જંકસન, ને કલેકટર  કચેરી કુવારી છોકરી ના ગાલ જેવા નવા નાકોર કરી નાઈખા છે .

અધુરામાંપુરા સારા માનો માલ ખાઈ ખાઈને ખુટીયા થયેલા કોર્પોરટેરો એ ચર્બી ઉતારવા ,ઇનડોર સ્ટેડીઅમ  ,જીમ્નેસીયમ ,તઈણ  સ્વીમ્મીંગ પૂલ ,સાત નવા ટેનીસ કોર્ટ ,છ બેડમીનટન કોર્ટ અને કેટલીયુંય સ્કેટીંગ ની રીન્ગું કરી નાઈખા છે .આ ઉપરાંત તાજી હવા ખાવા ઈશ્વર્યા પાર્ક ને પ્રદ્યુમન પાર્ક ને બહુ બધા બગીચા ઓ પણ બહુ સરસ બનાઈવા છે .બાકી તો બીજું શું કેવું રાજકોટ ના ગમે એને પૂછો બધાય એકાદો વાર તો mercedes માં બેઠોજ હોઈ ,ટાઢા પોર ની નથી હલાવતો ,આખા ઇન્ડિયા માં ક્યાય હોય એવા સગડ નથી પણ રાજકોટ માં ટ્રાવેલ વાળા રાજકોટ અમદાવાદ વચ્ચે જે બસ ચલાવે ઈ  છે mercedes અને વોલ્વો કંપની ની .બોલો છે તમારે ત્યાં ? બાકી રાજકોટ ઉપર આવી ગયું છે ને?

અને છેલ્લે નો પાર્કિંગ માં જ વાહન પાર્ક કરવાની ,કે લેફ્ટ માંથી જ બીજા ના વાહન ને ઓવરટેઈક  કરવાની, કે બપોરે ખાઈ ને સુઈ જવાની  કે રાઈતે  મોડે સુધી રેસકોર્સ  બેહી ગપાટા ઝીંકવાની ,કે  આઈસક્રીમ ખાવાની , કે સવારમાં ગરમા ગરમ ચા સાથે વણેલા ગાંઠિયા, લાલ મરચા ને કાચા પોપૈયાનો સંભારો પેટ માં પધરાવવાની , કે પછી જેને માટે સુપ્રિમ કોરાટેય કાઈ ઉખાડી સઈકી નથી એવી બાપીકા rights ધરાવતી પાન ની પિચકારી જાય ત્યાં મારવાની આદતો હજુ ય અકબધ છે જે રાજકોટ ની ખરી ઓળખાણ  છે.

બાકી આયા નવા વરહ મા બધા ટેસડા કરે છે  બધા ને જાજા કરી ને બે નમ્બર્યા happy new year (એક નમ્બર દિવાળીએ કઇરાતા ઈ) અને  તમેય ઊંધું ઘાલી ને વરગી જાવ  તો ઓબામાં ને white house મા સારી ઊંઘ આવે...

1 comment:

  1. ભાઈ, કોલેજું વધી પણ ભણતર તો ખાડે ગ્યું છે! યુનિવરસિટીવાળા સહિયું કરતાં નો આવડે એવા એવાને એન્જિનિયરિંગની ડિગરિયું દ્યે છે. તમારે તો રિયલ એસ્ટેટનાં કામ તે હાલે. અમારે તો માઠી છે.
    એક માગો ન્યા હજારના રિઝ્યુમે આવે અને પછી એમાંથી માખણ નોખું કરતાં નેવાનાં પાણી મોભે ચડે!
    હમણાં એક છોકરીનો ઇન્ટરવ્યૂ લીધો. એને કોમ્પ્યુટરની ભાષામાં ત્રગડે ત્રણ લખતાં ત્રીસ મિનિટ થઈ! અને પગાર કેટલો જોઇતો હતો ખબર છે? છ આંકડા!
    મેં તો કીધું "જોગમાયા! એક વાર એ આંકડાને સાચી રીતે હેક્સમાં લખી તો દ્યે, પછી વિચારશું!" :-)

    ReplyDelete

Kem laigu tamne...